.

|>> Total population district kutch : 2,090,313 |>> Block : 10 |>> Cluster : 232 |>> Average Literacy Rate : 71.58% |>> Male : 80.86% |>> Female : 61.62% |>> Pravesotsav Enrolment : 99.5% |>> Drop out Rate : 4.02% |>> Gunotsav District Grade 2010 : D.

 

છેલ્લા દશકામાં ગુજરાત સરકારશ્રી દ્વારા પ્રાથમિક શિક્ષણને ટોચ અગ્રતા આપી અનેક મહત્વાકાંક્ષી અભિયાનો અને યોજનાઓના અમલીકરણ થકી સમગ્ર ગુજરાત રાજ્યનું પ્રાથમિક શિક્ષણ પ્રગતિની હરણફાળ ભરી રહ્યું છે.શાળા પ્રવેશોત્સવ થકી ૯૯.૫ ટકા નામાંકનની સિદ્ધિ પ્રાપ્ત થઇ છે,તો કન્યાકેળવણી ક્ષેત્રે વિધ્યાલક્ષ્મીબોન્ડે્ તેમજ કન્યાકેળવણી નિધિ થકી નોધપાત્ર પ્રગતિ થઇ રહી છે ,ઉપરાંત ગુણોત્સવના અભિયાન થકી સમગ્ર રાજ્યની પ્રાથમિક શાળાઓ તેમજ શિક્ષકોનું મૂલ્યાંકન કરી તેમાં ગુણાત્મક સુધારા માટેનું સમગ્ર દેશનું પ્રથમ મહત્વાકાંક્ષી અભિયાન સફળતા પ્રાપ્ત કરી રહ્યું છે. આર.ટી.ઈ અંતર્ગત દરેક 6 થી 14 વર્ષની વયના બાળકોને શિક્ષણ મળે તે માટે પ્રાથમિક શાળાઓનો વ્યાપ વધારી તેમાં જરૂરી - ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવામાં પ્રાથમિક શિક્ષણવિભાગ દ્વારા નોધપાત્ર કામગીરી થયેલ છે.

સમગ્ર રાજ્યની સાથે કચ્છ જીલ્લાએ પણ પ્રાથમિક શિક્ષણમાં પ્રગતિના નવા સોપાન સર કરેલ છે. જેવાકે...

 

વિગત વર્ષ ૨૦૦૧ વર્ષ ૨૦૧૧
પંચાયતી પ્રાથમિક શાળાની સંખ્યા ૧૩૬૨ ૧૬૬૩
કામકરતા શિક્ષકો ૫૪૨૪ ૭૯૫૦
શાળામાં જતા બાળકોની સંખ્યામાં ૨૦૧૮૭૧ ૨૪૪૦૨૯
શાળામાં કન્યાઓની સંખ્યા ૮૯૬૯૩ ૧૧૫૪૨૮
ડ્રોપ આઉટરેટ ૧૪.૦૪ ૪.૦૨

 

સાથે પ્રાથમિક શાળાઓમાં ભૌતિક સુવિધામાં પણ નોધપાત્ર વધારો થયેલ છે,આમ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણનું નોધપાત્ર વિસ્તરણ અને ગુણાત્મક સુધારા થયેલ જોઈ શકાય છે.

 

સરકારશ્રીની યોજનાઓ અને અભિયાનો ના અસરકારક અમલીકરણ અને તેના ઉતમ પરિણામોની પ્રાપ્તિ માટે તેનું અસરકારક મોનીટરીંગ થાય તે ખુબજ જરૂરી છે .કચ્છ જીલ્લામાં ટેકનોલોજીના માધ્યમથી પ્રાથમિક શિક્ષણનું મોનીટરીંગ કરવાના હેતુથી માંન. જીલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ પટેલ ના માર્ગદર્શન હેઠળ માય સ્કુલ ઈ સ્કુલ પ્રોજેક્ટ શરૂ કરવાનું આયોજન થયેલ છે.

 

માય સ્કુલ ઈ સ્કુલ પ્રોજેક્ટની શરૂઆતના તબક્કામાં અજમાંઈશી ધોરણે કચ્છના ૧૦ તાલુકા પૈકી ગાંધીધામ તાલુકાને પસંદ કરેલ છે.ગાંધીધામ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓને ઈન્ટરનેટ સુવિધા થી જોડીને શિક્ષકોને જરૂરી તાલીમ આપી આ ઓનલાઈન મોનીટરીંગ પ્રોગ્રામ શરૂ કરવામાં આવનાર છે.

 

 

<< Go Back

એન .એમ .રાઠોડ

જીલ્લા પ્રાથમિક શિક્ષણાઅધિકારી

કચ્છ - ભુજ

 

માય સ્કુલ ઈ સ્કુલ પ્રોજેક્ટની થનાર ફાયદાઓ
 

૧.તાલુકાની તમામ શાળાઓનું અસરકારક ઓનલાઈન મોનીટરીંગ થઇ શકશે .


૨. તાલુકા કક્ષાએ તેમને જીલ્લા કક્ષાએ દિવસમાં કોઈપણ સમયે શાળાની સ્થિતિ અંગેની જાણકારી મળી શકશે .
 

૩. તમામ શાળાની રોજે રોજે વિદ્યાર્થીઓની હાજરીની વિગતવાર માહિતી તેમજ તમામ શાળાના શિક્ષકોની હાજરીની સ્થિતિ જાણી શકાશે ,જેથી બાળકો તેમજ શિક્ષકોની નિયમિતતા અંગેની પૂર્ણ જાણકારી મેળવી શકાશે
 

૪. બાળકોના રેકોર્ડ પરથી શાળા છોડી જતા બાળક અંગેની માહિતી મળી શકશે તેમજ તેના કારણ જાણી શકાય જેથી તે બાળકોના શિક્ષણ અંગેની યોગ્ય અનુરૂપ વ્યવસ્થા કરી શકશે .
 

૫. શાળાઓની ભૌતિક સુવિધાનું ચિત્ર પ્રાપ્ત થશે.
 

૬. શાળાઓમાં થનાર વિવિધ પ્રવૃતિઓ -કાર્યક્રમોની માહિતી મળી શકશે .
 

૭. દરેક શાળાનું આગામી માસનું આયોજન માંગી શકાશે
 

૮. શાળા કક્ષાની શિક્ષણને લગતી મુશ્કેલી પણ શિક્ષક દર્શાવી શકશે જે જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ જોઈ શકાશે તેમજ તે દુર કરવા અંગેના પ્રયત્નો કરી શકાશે.
 

૯. નોધપાત્ર વહિવટી માહિતીની ચકાસણી ઓનલાઈન કરી શકાશે.
 

૧૦. શિક્ષકોએ વારંવાર માહિતી માટે તાલુકાકક્ષાએ તેમજ જીલ્લા કક્ષાએ આવવાનું બંધ થશે જેથી ટી.એ ,ડી.એ સહિત ગુણાંકન લાભ થશે.
 

૧૧. શિક્ષકો વહિવટી કામમાંથી મુક્ત થઇ શિક્ષણ કાર્યમાં વધુ સમય આપી શકશે.
 

૧૨. પ્રોજેક્ટ દ્વારા ઓનલાઈન પ્રસારિત થતા બાળ પ્રોગ્રામ અંગેની જાણકારી આપવામાં આવશે જેથી બાળકોને ઓનલાઈન પ્રોગ્રામો બતાવી આધુનિક દુનિયા સાથે જોડી શકાશે.

બીના. એ. ગજજર
જીલ્લા એમ.આઈ.એસ. કો. ઓડીનેટર
એસ.એસ.એ - કચ્છ

<< Go Back

"A" GRADE RECEIVING TEACHER NAME IN GUNOTSAV 2010 : Mr. A K Solanki - Lakadiya Kanya Primary School - Bhachau  /  Mr. M G Jani - Vithon Kumar Primary School - Nakhtrana

 


SOFTWARE HELP LINE NO : +91 95377 40003, 91732 34439, 02832-226529
Time : 10 AM to 6 PM


Developed and Maintained by Nisus Web Solutions Pvt. Ltd.